કોવીન પ્લેટફોર્મ પર 20થી વધુ દેશોએ રસીકરણ અભિયાનમાં મદદ માટે રુચિ દર્શાવી: ડૉ. હર્ષવર્ધન
Live TV
-
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, રસીકરણ અભિયાનમાં મદદ માટે 20 થી વધુ દેશોએ કોવીન પોર્ટલમાં રુચિ દર્શાવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોકટર હર્ષવર્ધને કહ્યું કે, કોવીન પ્લેટફોર્મ પર 20 થી વધુ દેશોએ રસીકરણ અભિયાનમાં મદદ માટે રુચિ દર્શાવી છે. એક ટ્વિટમાં તેમને કહ્યું કે, ભારત 30 જૂને એક વૈશ્વિક કોન્ફરન્સમાં વિશ્વમાં કોવીનની સફળતા વિષેની જાણકારી આપશે. તેમને એમ પણ કહ્યું કે, આ એ લોકો માટે જવાબ છે જેઓ દેશના રસીકરણ કાર્યક્રમ પર સવાલ ઉઠાવી રહ્યા હતા. કોવીન પોર્ટલ પર નજીકના વેક્સિનેશન સેન્ટર અંગેની જાણકારી ઉપરાંત વેક્સીન માટે સ્લોટ બુક કરવા સહીતની તમામ માહિતી ઉપલબ્ધ છે. ઉપરાંત બાળકો તથા વૃદ્ધો માટે અને અન્ય કેટલાક હેલ્પલાઇન નંબર પણ ઉપલબ્ધ છે.
