Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી દ્વારા યોજાયેલી તમામ પક્ષની બેઠકમાં ફારૂક અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી ઉપસ્થિત રહેશે

Live TV

X
  • પીપલ્સ એલાયન્સ ફોર ગુપ્કર ઘોષણા- પીએજીડીએ ગઈકાલે જાહેરાત કરી હતી કે ફારૂક અબ્દુલ્લાની આગેવાની હેઠળની ટીમ આવતીકાલે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોલાવાયેલી સર્વપક્ષીય બેઠકમાં ભાગ લેશે. આ ટીમમાં પી.ડી.પી. ચીફ મહેબૂબા મુફ્તી અને ગઠબંધનના પ્રવક્તા મોહમ્મદ યુસુફ તારીગામી સહિતના અનેક નેતાઓ હાજરી આપશે.
    ગઠબંધનનાં પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ તેમના નિવાસ સ્થાને પીએજીડીની બેઠક મળી. બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, તેમને વડાપ્રધાનનું આમંત્રણ મળ્યું છે અને તેમણે બેઠકમાં ભાગ લેવાનું નક્કી કર્યું છે. રાષ્ટ્રીય પરિષદના વડા અને શ્રીનગરના સંસદ સભ્ય ડો.અબ્દુલ્લાએ કહ્યું કે,  તેમને વિશ્વાસ છે કે તેઓ પોતાનો પક્ષ વડાપ્રધાન અને ગૃહમંત્રીના સમક્ષ રજૂ કરશે. પીએજીડી જમ્મુ-કાશ્મીરના છ પક્ષોનું જોડાણ છે, જેમાં પીડીપી અને રાષ્ટ્રીય પરિષદનો પણ સમાવેશ થાય છે. ઓગસ્ટ 2019માં કેન્દ્ર સરકારના 370 આર્ટિકલ રદ કરવામાં આવ્યા અને જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજીત કરવાના નિર્ણય પછી આ જોડાણની રચના કરવામાં આવી છે.
    આ ગઠબંધન જાહેરમાં જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો પુનઃ સ્થાપિત કરવાની માંગ કરી રહ્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply