કર્ણાટકમાં ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ
Live TV
-
કર્ણાટકમાં ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. રાજકીય પાર્ટીઓએ પુરી તાકાત લગાવી દીધી છે.
કર્ણાટકમાં ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. રાજકીય પાર્ટીઓએ પુરી તાકાત લગાવી દીધી છે. પીએમ મોદી આજે પાર્ટીના એસસી-એસટી માર્યાના કાર્યકર્તાઓ સાથે નમો એપથી સંવાદ કરશે. અમિત શાહ રોડ શો કરશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મુખ્યપ્રધાન સિદ્ધરમૈયા જનસભાઓ કરશે.
કર્ણાટકમાં ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. પ્રચારના આ અંતિમ દોરમાં તમામ પાર્ટીઓએ પોતાની તાકાત લગાવી દીધી છે. પ્રધાનમંત્રી મોદીએ કાલે રાજ્યમાં ચૂંટણી રેલીઓ કરી. બેલગામીમાં એક જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે ચૂંટણી લોકતંત્રનું પર્વ હોય છે અને મતદાતાઓએ રાજકીય પાર્ટીઓના જૂઠા પ્રચાર પર ધ્યાન ન આપીને સમજદારીથી મતદાન કરવું જોઈએ. પ્રધાનમંત્રી આજે નમો એપના માધ્યમથી એસસી-એસટી મોર્ચાના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે.
કર્ણાટકમાં સમરમાં પ્રધાનમંત્રીની ચૂંટણી રેલીઓમાં આરોપ-પ્રત્યારોપનો દોર ચાલ્યો. કોંગ્રેસને ધરાસાઈ કરવાનો હુંકાર પીએમે ભર્યો. બંગારપેટની રેલીમાં સીધા નિશાન પર કોંગ્રેસ અધ્યક્ષ રહ્યાં પ્રધાનમંત્રીની દાવેદારી પર પીએમે કટાક્ષ કર્યો. આ સાથે કોંગ્રેસ કલ્ચરને કરપ્શન, કોન્ટ્રાક્ટ, કમ્યુનિલિજ્મ સહિત 6 બિમારીઓ માટે જવાબદાર ઠેરવ્યું.
ચિકમંગલુરીની ચૂંટણી રેલીમાં પ્રધાનમંત્રીએ કોંગ્રેસને લોકતંત્ર પ્રક્રિયા અને ખાસ કરીને બંધારણિય સંસ્થાઓની છબી બગાડવાનો આરોપ લગાવ્યો. સાથે પરિવારવાદના મુદ્દા પર હુમલો કરતા તેમણે ભાજપની જીતનો દાવો કર્યો. તેમણે મતદાનમાં ઘાલમેલ કરવાનો કોંગ્રેસ પર આરોપ લગાવ્યો.
બેલગામીમાં પ્રધાનમંત્રીની દિવસની ત્રીજી રેલી હતી. તેમણે આ રેલીમાં ટેકનિકના ઉપયોગ કરીને ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવાના ઘણા પગલા ગણાવ્યા. આ સાથે નવું ભારત બનાવવાના કેન્દ્રમાં ભાજપ સરકાર કામ કરી રહી છે. તેવામાં ગરીબોના હક માટે જે પગલા જરૂરી હશે તે માટે સરકાર સતત કામ કરતી રહેશે.