દિલ્હી NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના હળવા આંચકા
Live TV
-
જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપને કારણે જાન-માલને નુકસાનના કોઇપણ સમાચાર નથી
દિલ્હી એનસીઆરમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા. બુધવારે સાંજે 4.16 કલાકે લોકોએ અચાનક ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 6.6 નોંધાઈ છે. ભૂકંપને પગલે લોકો ઘર અને ઓફિસની બહાર નિકળી ગયા હતા.
ભૂકંપનું કેન્દ્ર બિંદુ
અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 6.6 નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ કાબુલથી 182 કિ.મી દૂર હિંદુકુશ હોવાનું જાણવા મળ્યું છે.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક