ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ આજે પનામા પહોંચ્યા, મેયરે કર્યું સ્વાગત
Live TV
-
ગ્વાટેમાલાની યાત્રા પર ગયેલા ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ, ત્યાંના રાષ્ટ્રપતિ જિમી મોરેલ્સ સાથે મુલાકાત કરી.
ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકેયા નાયડુ પોતાની ત્રણ દેશોની વિદેશયાત્રાના બીજા તબક્કામાં આજે ગ્વાટેમાલાના પનામાએ પહોંચ્યા હતા, જ્યાં મેયરે તેમનું સ્વાગત કર્યુ હતું. ઉપરાષ્ટ્રપતિ પનામા બાદ પેરુની મુલાકાત લેશે.
મંગળવારે રાષ્ટ્રપતિએ ગ્વાટેમાલાના લોકોને સંબોધનમાં ભારત દ્વારા આપવામાં આવતી શિષ્યવૃત્તિનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. ગ્વાટેમાલાની યાત્રા પર ગયેલા ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ, ત્યાંના રાષ્ટ્રપતિ જિમી મોરેલ્સ સાથે મુલાકાત કરી.
ઉપરાષ્ટ્રપતિનું ગ્વાટેમાલામાં પારંપારિક રીતે સ્વાગત કરવામાં આવ્યું. બન્ને દેશોના વિદેશ મંત્રાલય વચ્ચે, વિદેશી સેવા સંસ્થાનો દ્વારા રાજનૈતિક સંબધોને વધુ મજબુત કરવા માટે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.