કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર ચરમસીમાએ, પ્રધાનમંત્રીએ કર્યું ચૂંટણી રેલીને સંબોધન
Live TV
-
પ્રધાનમંત્રીએ ચિત્રદુર્ગમાં રેલીને કર્યું સંબોધન, તુષ્ટીકરણ માટે કોંગ્રેસે ઇતિહાસનો ઉપયોગ કર્યાનો લગાવ્યો આરોપ
કર્ણાટક વિધાનસભા માટે ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે. ચિત્રદુર્ગની રેલીને સંબોધતાં પ્રધાનમંત્રીએ પરિવારવાદના મુદ્દે કોંગ્રેસની ટીકા કરી હતી. તુષ્ટીકરણ માટે કોંગ્રેસે ઇતિહાસનો ઉપયોગ કર્યાનો આરોપ લગાવ્યો હતો. અમિત શાહ પણ બેંગલુરુમાં રોડ શો યોજાનાર છે. તુમકુરુ, ગડગ, સીમોગા અને મેંગલુરુમાં પ્રધાનમંત્રી મોદીએ ભાજપા માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. તેમણે કર્ણાટકમાં સોપારી ઉત્પાદકોને જરૂરી સહાય આપવાનું આશ્વાસન આપ્યું હતું. સીમોગામાં ચૂંટણી સભાને સંબોધતાં તેમણે કહ્યું કે, રાજ્યમાં રેલવેની તમામ પડતર યોજનાઓ પૂરી કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ કોંગ્રેસ ઉપર આરોપ લગાવ્યો કે, કોંગ્રેસી નેતા ખનન, લાંચ, માફિયાઓ સાથે છે. તેમણે કોંગ્રેસને ભ્રષ્ટાચારનો પર્યાય બતાવ્યો હતો. તુમકુરુમાં ચૂંટણી રેલીમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, કોંગ્રેસના 70 વર્ષના શાસન બાદ ખેડૂતો આત્મ હત્યા માટે મજબૂર બન્યા છે. ગડગ ચૂંટણી પ્રચારમાં પ્રધાનમંત્રીએ કોંગ્રેસ ઉપર આરોપ લગાવ્યો કે, તેઓ પીવાના પાણીની યોજનાને લઈને રાજનીતિ કરી રહ્યા છે. જેનું સમાધાન શાંતિપૂર્વક વાતચીતથી ઉકેલી શકાય છે. તેમણે કહ્યું કે, પંચાયત થી સંસદ સુધી સત્તામાં રહેલ કોંગ્રેસ પોતાના નેતાઓના અહંકારના કારણે હવે કેટલાંક રાજ્યોમાં જ સત્તા પર છે. પ્રધાનમંત્રી આજે ચાર રેલી કરશે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કર્ણાટકમાં ઘણી જગ્યાએ રેલી અને રોડ શો કર્યા હતા. તેમણે લોકોને ભાજપાને મત આપવા અપીલ કરી હતી..