MBBS અને ડેન્ટલ કોર્સમાં પ્રવેશ મેળવવા આજે NEETની પરીક્ષા
Live TV
-
MBBS અને ડેન્ટલ કોર્સમાં પ્રવેશ મેળવવા આજે NEETની પરીક્ષા
દેશભરની મેડિકલ કોલેજોમાં MBBS અને ડેન્ટલ કોર્સમાં પ્રવેશ મેળવવા આજે નિટની પરીક્ષા યોજાઈ છે. આ પરીક્ષા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. પ્રશ્ન પત્ર હિન્દી અને અંગ્રેજી ઉપરાંત, આઠ અન્ય ક્ષેત્રની ભાષાઓમાં રહેશે. પરીક્ષા માટે CBSE તરફથી માર્ગદર્શીકા જાહેર કરાઈ છે. CBSE સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર પરીક્ષા આયોજીત કરી રહ્યું છે. આ વખતે પરીક્ષા કેન્દ્રો ઉપર CBSE અને કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના પ્રશિક્ષિત શિક્ષક જ ફરજ બજાવશે. જેથી વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન થાય. ગુજરાત માં 90 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.