પૂર્વોતરમાં વંટોળની ચેતવણી, યોગી આદિત્યનાથે આંધી તોફાનથી ઇજાગ્રસ્ત લોકો સાથે મુલાકાત
Live TV
-
પૂર્વોતરમાં વંટોળની ચેતવણી, યોગી આદિત્યનાથે આંધી તોફાનથી ઇજાગ્રસ્ત લોકો સાથે મુલાકાત
જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હરિયાણાના કેટલાંક વિસ્તારોમાં ગઇકાલે તેજ વંટોળ આવ્યો હતો. ઉત્તર પ્રદેશ ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, પોંડીચેરી અને કેરળમાં કેટલાંક સ્થળોએ વરસાદ સાથે તેજ હવા ચાલી. રાજસ્થાનના અંતરિયાળ વિસ્તારમાં ધૂળભરી આંધીએ લોકોની મુશ્કેલી વધારી હતી. આસામ, મેઘાલય અને ત્રિપુરામાં પણ ભારે વરસાદની ખબર છે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળના કેટલાંક વિસ્તાર અને સિક્કિમમાં વંટોળ આવવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. જમ્મુ-કાશ્મીર હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના કેટલાંક વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. રાજસ્થાનમાં ધુળભરી આંધીની સંભાવના છે. હવામાન વિભાગે કેરળ અને લક્ષદ્વીપમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ અને વંટોળની ચેતવણી આપી છે. દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આગ્રામાં આંધી તોફાનથી ઇજાગ્રસ્ત લોકોની હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી