કેન્દ્રમાં મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે નવી દિલ્લીમાં પ્રેસ કોન્ફરન્સ
Live TV
-
કેન્દ્રમાં મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે નવી દિલ્લીમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે નવ વર્ષમાં કેન્દ્રમાં મોદી સરકારની ઉપલબ્ધિઓને જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ડિજીટલ લેવડ-દેવડમાં ભારત દુનિયાનો સૌથી મોટો દેશ બન્યો છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, રોજગાર ભરતી મેળાને સંસ્થાકીય બનાવવામાં આવ્યો છે. રોજગાર ભરતીમેળા દ્વારા 10 લાખ નોકરી અપાઈ છે. સાથે- સાથે નવ વર્ષમાં દરેક કાર્યમાં પારદર્શિતા લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર વિરૂદ્ધ સરકારની નીતિ ઝીરો ટોલરેન્સની રહી છે.