Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને સેલવાસામાં પણ ચોમાસાનું આગમન

Live TV

X
  • મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ વલસાડથી ચોમાસું પ્રવેશી ગયું છે. ત્યારે સંઘ પ્રદેશ દમણમાં પણ સવારે ઝરમર વરસાદ વરસ્યો હતો. સવારે 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી વરસાદ વરસ્યો હતો. જેના કારણે ખેડૂતોમાં ખુશીનો મહોત જોવા મળ્યો હતો. તો શહેરીજનોને ગરમી અને બફારામાંથી રાહત મળી હતી. સવારે 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધીમાં લગભગ એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. કેન્દ્રશાસિત પ્રદેશ સિલવાસા ખાતે પણ વાવણી લાયક વરસાદનું આગમન થતા આદિવાસી ખેડૂતો આનંદિત થઈ ઉઠ્યા હતા. અને વાવણી કરવામાં ઉપયોગી પરંપરાગત વાંસની છત્રી બનાવવાની શરૂઆત કરી હતી. આ છત્રીને આદિવાસીઓ ઘૂંઘડી કહે છે. ઘૂંઘડી બનાવવા માટે વાંસ અને વેલાનો ઉપયોગ કરવામાં આવે છે. ઇકોફ્રેન્ડલી એવી આ છત્રી ડાંગરના ધરૂ વાવતી વખતે જો વરસાદ વરસતો હોય તો ખેડૂતોને રક્ષણ આપે છે. તો નદી અને તળાવમાં માછીમારોએ માછીમારી કરવાની પણ શરૂઆત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply