Skip to main content
Settings Settings for Dark

UPSCએ 2 ઓગસ્ટથી સિવિલ સર્વિસીસ પરીક્ષા, 2020 માટે ઇન્ટરવ્યુ શરૂ કરવાની જાહેરાત કરી

Live TV

X
  • યુનિયન પબ્લિક સર્વિસ કમિશન-યુપીએસસીએ સિવિલ સર્વિસીસ (મેઈન) પરીક્ષા, 2020 માટે 2જી ઓગસ્ટથી ઇન્ટરવ્યુ ફરીથી શરૂ કરવા અંગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. ઇન્ટરવ્યૂ એપ્રિલમાં શરૂ થયો હતો, પરંતુ દેશભરમાં કોરોનાના વધતા કેસોના કારણે મોકૂફ રાખવામાં આવ્યા હતા.
    કમિશને કહ્યું છે કે, ભાગ લેનારાઓને ઇન્ટરવ્યુ વિશે જણાવવા માટે ટૂંક સમયમાં ઇલેક્ટ્રોનિક મોડ દ્વારા ઈ-મેલ મોકલવામાં આવશે. આ પત્રો કમિશનની વેબસાઇટ www.upsc.gov.in અને www.upsconline.in પરથી ડાઉનલોડ કરી શકાય છે. ઉમેદવારોના ઇન્ટરવ્યુની તારીખ અને સમય બદલવા માટે કોઈ વિનંતી સ્વીકારવામાં આવશે નહીં. આયોગે કોવિડને ધ્યાનમાં રાખીને ઘણી પરીક્ષાઓ મુલતવી રાખી હતી. 27 જૂને યોજાનારી સિવિલ સર્વિસીસ પ્રારંભિક પરીક્ષા 2021, ઓક્ટોબર સુધી મુલતવી રાખવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply