Skip to main content
Settings Settings for Dark

નિયંત્રણો હળવા થતા આજથી ભક્તો માટે ખુલ્યા આસ્થાના દ્વાર

Live TV

X
  • કોરોનાનું સંક્રમણ ઘટતા રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ આજથી રાજયમાં ખુલ્યા આસ્થાના દ્વાર. સોમનાથ, દ્વારકા, આશાપુરા મંદિર, સાળંગપુર મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મૂકાયુ છે. તો શક્તિપીઠ અંબાજી 12 જૂનથી દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે. આ સાથે જ રાજ્યમાં આજથી 15 દિવસ એટલે કે 26મી જૂન સુધી હોટલ-રેસ્ટોરન્ટમાં સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી કુલ ક્ષમતાના 50 ટકા ગ્રાહકો સાથે શરૂ કરી શકાશે. તેમજ બાગ-બગીચાઓ અને જીમ પણ લોકો માટે ખોલવામાં આવશે...લાઇબ્રેરી તેની બેઠક ક્ષમતાના 50 ટકા સાથે અને બાગ-બગીચા પણ સવારે 6 થી સાંજે 7 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ચાલુ રહેશે.

    આજથી રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ મંદિરો ખુલ્લા મૂકવામાં આવ્યા છે. રાજ્યમાં ધંધા-રોજગાર, ખાણી-પીણીથી લઈ જાહેર કાર્યક્રમોમાં આજથી કેટલાક ફેરફારો અમલી બનશે. સોમનાથ મંદિર, દ્વારકા મંદિર, આશાપુરા મંદિર, સાળંગપુર મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મૂકાયુ છે. શક્તિપીઠ અંબાજી 12 જૂનથી દર્શનાર્થીઓ માટે ખોલાશે. મંદિરમાં દર્શનનો સમય સવારે 7.30થી 10.45 વાગ્યે અને બપોરે 12.30 થી 4.15 તથા સાંજે 7 થી 9 કલાક સુધીનો સમય રહેશે. તેમજ દર્શન કરવા માટે આવનારા કોવિડ-19ની ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન કરવાનું રહેશે. દર્શનાર્થી દર્શન કર્યા બાદ મંદિર પરિસરમાં બિનજરૂરી રોકાણ કરી શકશે નહીં. ઉપરાંત ભીડ ન થાય તે માટે દર્શનાર્થીઓ દેવ સ્થાન ટ્રસ્ટની વેબસાઇટ દ્વારા ઓનલાઈન ટોકન બુક કરાવી શકશે. શ્રદ્ધાળુઓને ગાઈડલાઈન મુજબ માસ્ક ધારણ કરીને સામાજીક અંતર જાળવવું પડશે. ટેમ્પરેચર ચેક કરાવીને હાથ સેનેટાઈઝ કરીને જ મંદિર પ્રવેશ કરવાનો રહેશે.

    આજથી 15 દિવસ એટલે કે 26મી જૂન સુધી હોટલ-રેસ્ટોરન્ટમાં સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી કુલ ક્ષમતાના 50 ટકા ગ્રાહકો સાથે શરૂ કરી શકાશે. તો, રાજ્યમાં આજથી તમામ ધાર્મિક સ્થળો શ્રધ્ધાળુઓ માટે ખુલશે...તેમજ બાગ-બગીચાઓ અને જીમ પણ લોકો માટે ખોલવામાં આવશે...લાઇબ્રેરી તેની બેઠક ક્ષમતાના 50 ટકા સાથે અને બાગ-બગીચા પણ સવારે 6 થી સાંજે 7 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ચાલુ રહેશે.જીમ્નેશિયમ 50 ટકા કેપેસિટી સાથે આ સમયગાળા દરમિયાન ચાલુ રાખી શકાશે અને એસ,.ઓ.પી.નું પાલન આવશ્યક રહેશે. આ સાથે દુકાનો, વાણિજ્યિક એકમો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટયાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિઓ ચાલુ રાખી શકાશે. જો કે 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનો સમય રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી યથાવત રાખવામાં આવ્યો છે. મહત્વનું છે કે, રાજ્યમાં કોરોનાના કેસમાં ઉતરોત્તર ઘટાડો નોંધાતા રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદીમાં દરેક જગ્યાએ માસ્ક સહિતના સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું કડકપણે પાલન કરવાનું આવશ્યક રહેશે....

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply