પ્રધાનમંત્રી 12-13 જૂને G-7 શિખર સંમેલનમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ભાગ લેશે, શું છે G 7 ? જાણો વિશેષ અહેવાલ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12મી અને 13મી જૂને G-7 શિખર સંમેલનમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ભાગ લેશે. G-7એ વિશ્વના 7 સૌથી મોટા વિકસિત અર્થતંત્રોનું જૂથ છે. G-7ના અધ્યક્ષ તરીકે બ્રિટને ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા, દક્ષિણ આફ્રિકાને આમંત્રણ આપ્યું છે.G-7માં યુકે, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને યુ.એસ. સમાવિષ્ટ છે. બ્રિટને G-7ના શિખર સંમેલનમાં આ વખતે ચાર મુદ્દાને પ્રાથમિકતા આપવામાં આવી છે. જેમાં કોરોનાનો સામનો કરવા વિશ્વકક્ષાએ કરવામાં આવેલા પ્રયત્નોની ચર્ચા તથા ભવિષ્યમાં આ પ્રકારની મહામારી આવે તો તેનો સામનો કરવાની તૈયારી અંગે ચર્ચા કરવામાં આવશે. આ સાથે સમૃદ્ધ ભવિષ્ય માટે વેપારને પ્રોત્સાહન આપવું તથા પૃથ્વીને સુરક્ષિત રાખવા જેવા મુદ્દાઓનો કરવામાં આવ્યો છે.
