કેન્દ્રિય કેબિનેટે આગામી પાંચ મહિના માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત અતિરિક્ત ખાદ્યાન્નને મંજૂરી અપાઈ
Live TV
-
કેન્દ્રિય કેબિનેટે આગામી પાંચ મહિના માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત અતિરિક્ત ખાદ્યાન્નને મંજૂરી આપી દેવામાં આવી છે. કેન્દ્રિય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને ચોથા તબક્કા માટે વધુ પાંચ મહિના માટે વધારાના અનાજ વિતરણ અંગેની મંજૂરી આપી દીધી છે. જેના અંતર્ગત રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અંતર્ગત આ વર્ષે જુલાઈથી નવેમ્બર દરમિયાન પ્રત્યક્ષ લાભ મેળવનાર લાભાર્થીઓને પ્રતિ વ્યક્તિ દર મહિને પાંચ કિલો ખાદ્યાન્ન મફત આપવામાં આવશે. આ નિર્ણયથી 81 કરોડ, 35 લાખ વ્યક્તિઓને વધારાનું અનાજ મફતમાં મળશે અને 64 હજાર કરોડ 31 હજાર રૂપિયાની અનુ-માનિત ખાદ્ય સબસિડી આપવામાં આવશે. કેન્દ્ર સરકાર આ યોજના માટે સંપૂર્ણ ખર્ચ ભોગવશે અને રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોએ કોઈ યોગદાન આપવું નહિ પડે. ઘઉં અથવા ચોખા લેવા છે તેનો નિર્ણય ખાદ્ય અને સાર્વજનિક વિતરણ વિભાગ દ્વારા કરાશે. કેન્દ્રિય મંત્રીમંડળે ભારત અને સેંટ વિંનસેટ અને ધ ગ્રેના-ડાઈન-સનની વચ્ચે કરના સંબંધમાં સૂચનાઓનું આદાન પ્રદાન અને કર સંગ્રહમાં સહાયતા સંબંધી એક સમજૂતીને પણ મંજૂરી આપી છે. આ સમજૂતીથી બંને દેશોને સૂચનાઓના આદાન પ્રદાનની સુવિધા મળશે જેમાં બેન્કો અને અન્ય આર્થિક સંસ્થાઓ દ્વારા સૂચનાઓનું વિતરણ કરવાનો પણ સમાવેશ થાય છે.
