કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના પ્રવાસે
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતની મુલાકાતે છે. અમદાવાદ શહેરમાં સીમ્સ હોસ્પિટલ ખાતે તા. ૧૫ થી 17 ડિસેમ્બર સુધી છઠ્ઠી એડવાન્સમેન્ટ એન્ડોલોજી કોન્ફરન્સનું આયોજન કરાયું છે. જેનો શુભારંભ 16 ડિસેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં કરાશે.
આ કોન્ફરન્સમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ એન્ડોલોજી અને યુરોલોજિસ્ટ ક્ષેત્રે સંશોધન કરેલા તબીબી સંશોધન પત્રો અને ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટેનું એક પ્લેટફોર્મ બની રહેશે, આ કોન્ફરન્સમાં વિશ્વભરના 550 થી વધુ યુરોલોજીસ્ટ ભાગ લઈ રહ્યા છે.
આ કોન્ફરન્સમાં 25થી વધુ લાઈવ સર્જરી દર્શાવવામાં આવશે. આ કોન્ફરન્સમાં 70 થી વધુ પ્રતિષ્ઠિત નેશનલ ફેકલ્ટીના સભ્યો સાથે 22 થી વધુ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ફેકલ્ટીના સભ્યો ભાગ લેશે. આ તમામ તબીબી યુરોલોજિસ્ટ સર્જરી નિશુલ્ક કરવામાં આવશે.