ભારત 2040 પહેલા ચંદ્ર પર માણસને મોકલશે: હરદીપસિંહ પુરી
Live TV
-
આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું છે કે, ભારત 2040 પહેલા ચંદ્ર પર માણસને મોકલશે. નવી દિલ્હીમાં મંત્રી હરદીપસિંહ પુરીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે ISROના મહત્વપૂર્ણ ગગનયાન પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી. પત્રકારોને સંબોધતા હરદીપસિંહ પુરીએ કહ્યું કે ગગનયાન પ્રોજેક્ટ માનવ અવકાશ ઉડાન ક્ષમતાના પ્રદર્શનની કલ્પના કરે છે. તેમણે કહ્યું કે ભારતના અવકાશ ક્ષેત્રે છેલ્લા નવ વર્ષમાં ખૂબ પ્રગતિ કરી છે.
હરદીપસિંહ પુરીએ વધુમાં જણાવ્યું હતું કે ભારત તેની વૈશ્વિક અવકાશ અર્થવ્યવસ્થાનો હિસ્સો બે થી દસ ટકા સુધી વધારવાના માર્ગ પર છે. ભારતનું અવકાશ અર્થતંત્ર 8 અબજ ડોલરનું છે અને આગામી દાયકામાં તે 100 અબજ ડોલર સુધી પહોંચવાની અપેક્ષા છે. તેમણે કહ્યું કે, 2014 પછી લગભગ 51 અવકાશયાન મિશન શરૂ કરવામાં આવ્યા છે.ઇનોવેશન ના મહત્વ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, અવકાશ ક્ષેત્રે યુવાનોના નેતૃત્વમાં 195થી વધુ સ્ટાર્ટઅપ્સ છે. તેમણે કહ્યું કે ભારત વિશ્વના અવકાશ યાત્રા કરેલ દેશોમાં પાંચમા ક્રમે છે.