ભજનલાલ શર્મા બન્યા રાજસ્થાનના નવા મુખ્યમંત્રી, દીયા કુમારી અને પ્રેમચંદ બૈરવા નાયબ મુખ્યમંત્રી બન્યા
Live TV
-
રાજસ્થાનમાં નવી ચૂંટાયેલી સરકારનો ભવ્ય શપથગ્રહણ સમારોહ યોજાયો. ઐતિહાસિક આલ્બર્ટ હોલ ખાતે શપથવિધીનું ભવ્ય આયોજન કરાયું હતું. ભજનલાલ શર્માએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે પદ અને ગોપનીયતાના શપથ લીધા. તો દીયા કુમારી અને પ્રેમચંદ બૈરવાએ નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રાએ ભજનલાલ શર્માને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી સહિત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીએ પણ સમારોહમાં હાજરી આપી હતી.
મહત્વનું છે કે, 3 ડિસેમ્બરે આવેલા વિધાનસભા ચૂંટણી પરિણામમાં ભાજપે રાજસ્થાનમાં 115 બેઠક જીતીને પૂર્ણ બહુમત હાંસલ કરી લીધું હતું. તો..ભજનલાલ શર્માએ પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડી હતી અને સાંગાનેર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પુષ્પેન્દ્ર ભારદ્વાજને 48 હજાર 81 મતોથી હરાવ્યા હતા