લોકસભા અને રાજ્યસભા ભારે હંગામાને કારણે બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત
Live TV
-
સુરક્ષા ભંગના મામલે વિપક્ષી દળોએ બંને ગૃહમાં ભારે હોબાળો મચાવ્યો હતો.
સંસદના શિયાળુ સત્રમાં આજે 11 વાગ્યે લોકસભા અને રાજ્યભાની કાર્યવાહી શરૂ થઈ હતી. કાર્યવાહીની શરૂઆત થતાં જ સંસદમાં સુરક્ષા ભંગના મામલે વિપક્ષી દળોએ બંને ગૃહમાં ભારે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષી દળ આ મુદ્દાને લઈ સરકારને ઘેરી રહ્યું છે. બીજી તરફ, સરકાર આ મુદ્દાને લઈ ચર્ચા માટે તૈયાર થઈ છે. ભારે હંગામાને કારણે લોકસભા અને રાજ્યસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરાઈ છે.
વિપક્ષી દળોએ 14 સાંસદોના સસ્પેન્શનને લઈને સંસદ પરિસરમાં ગાંધી પ્રતિમાની સામે પ્રદર્શન કર્યું હતું. સંસદની કાર્યવાહીની વાત કરીએ તો, આજે લોકસભામાં પોસ્ટ ઓફિસ સંશોધન વિધેયક 2023 પર ચાલી રહેલ ચર્ચા ચાલુ રહેશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ ભારતીય ન્યાય દ્વિવિધીય સહિતા 2023, ભારતીય ન્યાય સુરક્ષા દ્વિવિધીય સહિતા 2023 અને ભારતીય સાક્ષર દ્વિવિધીય સહિતા 2023ને ચર્ચા અને પસાર કરવાનો પ્રસ્તાવ ગૃહમાં રાખશે. આ ત્રણેય બિલો પર સદનમાં એકસાથે ચર્ચા-વિચારણા થશે. આ સિવાય બપોર બાદ સંસદના બંને ગૃહમાં સાંસદ પોતાના ખાનગી બિલ રજૂ કરશે.