Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણ બાદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં હાલ કેબિનેટની બેઠક યોજાઈ

Live TV

X
  • કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક શરુ

    કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણ બાદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં હાલ કેબિનેટની બેઠક યોજાઈ. કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક શરુ. તે પહેલાં નવનિયુક્ત તમામ મંત્રી પોતાના મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો હતો. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે સવારે મંત્રાલય પહોંચીને કાર્યભાર સંભાળ્યો હતો. આ સાથે તેમણે યુવા અને ખેલકૂદ વિભાગનો વધારાનો હવાલો પણ સંભાળ્યો હતો. તો અશ્વિની વૈષ્ણવે આજે રેલવે મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો હતો અને કહ્યું હતું કે, તેઓ પ્રધાનમંત્રી મોદીના વિઝન પર ખરા ઉતરવા પ્રતિબદ્ધ છે. તો હરદીપ સિંહ પુરીએ પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસના મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો..આ પ્રસંગે તેમણે મહત્વની જવાબદારી સોંપવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાએ નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો હવાલો સંભાળતા કહ્યું કે, શપથમાં લીધેલ દરેક શબ્દને પર ખરો ઉતરવા પૂરા પ્રયત્નો કરીશ. તો મનસુખ માંડવીયાએ પણ આરોગ્ય મંત્રી પદનો હવાલો સંભાળ્યો હતો. અને કિરણ રિજીજુએ કાયદા અને ન્યાય મંત્રાલયનો પદભાર સંભાળ્યો હતો. તો રાજ્ય કક્ષાએ એલ. મુરુગનએ માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી, ગીરારાજ સિંહે ગ્રામીણ વિકાસ મંત્રી અને પંચાયતી રાજ મંત્રી, ડૉ. ભારતી પ્રવીણ પવારે  આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી, અજય ભટ્ટે પર્યટન રાજ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply