Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય મંત્રીમંડળનું આજે સાંજે વિસ્તરણઃ PM આવાસ પર જે.પી નડ્ડા સહિતના નેતાઓ પહોંચ્યા

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કરવા જઇ રહ્યાં છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ સૌથી મોટુ વિસ્તરણ થવા જઇ રહ્યું છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કરવા જઇ રહ્યાં છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ સૌથી મોટુ વિસ્તરણ થવા જઇ રહ્યું છે. છેલ્લા દોઢ વર્ષથી કોરોનાનો દુનિયા ભરના દેશો સામનો કરી રહ્યાં છે ત્યારે મોદી સરકારની આગેવાનીમાં કોરોનાની લહેરોનો પ્રભાવી રીતે મુકાબલો કર્યો છે અને બીજી લહેરમાંથી ભારત ઉગરી રહ્યું છે ત્યારે કેન્દ્રીય મંત્રીમંડળનું વિસ્તરણ મહત્વનું બની રહ્યું છે. પ્રધાનમંત્રી ગવર્નન્સ અને પર્ફોમન્સને ખુબ જ મહત્વ આપી રહ્યાં છે ત્યારે પાંચ ટ્રીલીયન ઇકોનોમીનું સ્વપ્ન ભારતે જોયું છે તેને સાર્થક કરવાની દિશામાં આ વિસ્તરણને જોવામાં આવી રહ્યું છે. આજે સાંજે 6 વાગે શરૂ થનાર આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નવા મંત્રીઓને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવશે. હાલમાં મોદી મંત્રીમંડળમાં તેઓ ઉપરાંત કેબિનેટ, સ્વતંત્ર હવાલો અને રાજ્યમંત્રી મળીને 53 સભ્યોની ટીમ છે. પર્ફોમન્સ ના આધારે મોદી તેમની ટીમમાં શું ફેરફાર કરશે તેના ઉપર દેશભરના લોકોની નજર છે.આ પહેલા પ્રધાનમંત્રી નિવાસ સ્થાને દિગ્ગજ નેતાઓ પહોચ્યા છે...
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply