Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ અમદાવાદમાં રસી ઉત્પાદન પ્લાન્ટની મુલાકાત લીધી

Live TV

X
  • રાજ્યમાં વિકસીત થઈ રહેલી કોરોનાની વેક્સિન સંદર્ભે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અમદાવાદની 2 મહત્વની ફાર્મા કંપનીઓની મુલાકાતે આવ્યા છે. જે અંતર્ગત તેઓએ ઝાયડ્સ બાયોટેક પાર્ક અને હેસ્ટર બાયોસાયન્સીઝ લિમિટેડની મુલાકાત લીધી. મહત્વનું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'Free Vaccine for All' ના લક્ષ્યાંકને આગળ ધપાવવાની દિશામાં રાજ્યની ઝાયડ્સ બાયોટેક પાર્ક અને હેસ્ટર બાયોસાયન્સીઝ લિમિટેડ મહત્વનું યોગદાન આપી રહયા  છે. બંને સાથે મળીને કો-વેક્સિન રસીનું ઉત્પાદન કરી રહી છે. ઝાયડ્સ કેડિલા વિશ્વની સૌ પ્રથમ DNA આધારીત વેક્સિન "ઝાયકોવ-ડી" બનાવી રહી છે. પહેલા તેઓ ઝાયડ્સ બાયોટેક પાર્કની મુલાકાતે પહોંચ્યા હતા. આ ઉપરાંત તેમણે કલોલ ખાતે આવેલી એક કંપનીની પણ મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, ડિસેમ્બર 2021 સુધીમાં દેશના તમામ લોકોને વેક્સીન આપવાની સરકારની યોજના છે અને તે દિશામાં કામગીરી ચાલી રહી છે.

    મંત્રીએ ટ્વીટર પર કહ્યું કે, ઝાયડસ કેડિલા ‘ઝાયકોવ-ડી’ની ઉત્પાદક છે જે વિશ્વની પ્રથમ એવી ડીએનએ આધારિત કોવિડ-19 રસી છે. હેસ્ટરે કોવેક્સિનના ઉત્પાદન માટે ભારત બાયોટેક સાથે MoU પર હસ્તાક્ષર કર્યા છે. મંત્રીએ તેમના પ્રયાસોને બિરદાવ્યા હતા અને તેમને ખાતરી આપી હતી કે તમામ માટે નિઃશુલ્ક રસી ઉપલબ્ધ થાય એ સુનિશ્ચિત કરવા રસીના ઉત્પાદનને વેગ આપવામાં સરકાર તરફથી તમામ સહયોગ આપવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply