પુષ્કરસિંહ ધામીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદના શપથ લીધા
Live TV
-
પુષ્કર સિંહ ધામીએ આજે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. તેઓ રાજ્યના 11 માં મુખ્યમંત્રી બન્યા છે અને આ સાથે જ તેઓ પ્રદેશના સૌથી યુવા મુખ્યમંત્રી બની ગયા છે. રાજ્યપાલ બેબી રાની મોર્યએ રાજભવનમાં પુષ્કર સિંહ ધામી ઉપરાંત અનેક વરિષ્ઠ મંત્રીઓને શપથ લેવડાવ્યા. સતપાલ મહારાજ, અરવિંદ પાંડે, સુબોધ ઉનિયાલ, હરક સિંહ રાવત, ધન સિંહ રાણા, યશપાલ આર્ય, ગણેશ જોશી અને બિશન સિંહ સહિત 11 મંત્રીઓને રાજ્યપાલે મંત્રી પદે શપથ લેવડાવ્યા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને પુષ્કર સિંહ ધામી સહિત શપથ લેનાર તમામ મંત્રીઓને અભિનંદન પાઠવ્યા હતા અને ઉત્તરાખંડની પ્રગતિ અને સમૃદ્ધિની દિશામાં કામ કરવા માટે ટીમને શુભકામના પાઠવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કરીને લખ્યુ કે, પુષ્કર સિંહ ધામીને ઉત્તરખંડના મુખ્યમંત્રી બનવા બદલ હાર્દિક શુભકામના. મને વિશ્વાસ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તમે પૂરતી નિષ્ઠા અને સમર્પણ સાથે ઉત્તરાખંડની વિકાસ યાત્રા અને જન કલ્યાણના કાર્યોમાં નવી ઉર્જા અને પ્રગતિ પ્રદાન કરશો.
