Skip to main content
Settings Settings for Dark

દેશમાં રસીકરણનો આંકડો 35 કરોડને પાર

Live TV

X
  • એક મહત્વપૂર્ણ સફળતારૂપે ભારતમાં ગઇકાલે રાષ્ટ્રવ્યાપી રસીકરણ કવરેજનો કુલ આંકડો 35 કરોડ કરતાં વધારે થઇ ગયો છે. આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, દેશમાં આજ દિન સુધીમાં કુલ 46,04,925 સત્રોનું આયોજન કરીને રસીના 35,12,21,306 ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રસીનાં 63,87,849 ડોઝ આપવામાં આવ્યા છે. 21 જૂન, 2021થી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનનાં સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો છે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે અને તેને વધુ વેગવાન બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

    ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 43,071 કેસ નોંધાયા છે. સળંગ 7 દિવસથી દેશમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યા 50 હજાર કરતાં ઓછી નોંધાઇ છે. કેન્દ્ર અને રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા હાથ ધરવામાં આવેલા સહયોગપૂર્ણ પ્રયાસોના ફળરૂપે સ્થિતિમાં આ સુધારો જોવા મળ્યો છે. ભારતમાં સક્રિય કેસોમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશમાં સક્રિય કેસોનું ભારણ આજે 4,85,350 નોંધાયું છે. છેલ્લા 24 કલાકમાં 10,183 દર્દીઓનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે અને હવે ભારતમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોની સંખ્યા 1.59% રહી છે. વધુને વધુ દર્દીઓ કોવિડ-19ના ચેપમાંથી મુક્ત થઇ રહ્યાં હોવાથી, ભારતમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા દર્દીઓની સરખામણીએ નવા સાજા થનારા દર્દીઓનો આંકડો સતત 52મા દિવસે વધારે રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 52,299 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસોની સરખામણીએ નવા સાજા થનારાનો આંકડો લગભગ 9,000 (9,228)થી વધારે છે.

    મહામારીની શરૂઆતથી આજ દિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસોમાંથી 2,96,58,078 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 52,299 દર્દીઓ સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર વધીને 97.09% થયો છે અને તેમાં સતત વૃદ્ધિનું વલણ જળવાઇ રહ્યું છે એ દર્શાવે છે. સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,38,490 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 41.82 કરોડથી વધારે (41,82,54,953)થી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા છે. એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસોની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 2.44% છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 2.34% નોંધાયો છે. સળંગ 27 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply