કેન્દ્રીય માર્ગ પરિવહન-હાઇવે મંત્રાલય દ્વારા પીયુસી પ્રમાણપત્રનું કોમન ફોરમેટ જાહેર
Live TV
-
કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે દેશભરમાં બહાર પાડવામાં આવતા પીયુસી પ્રમાણપત્રનું કોમન ફોરમેટ જાહેર કર્યુ છે. નવું ફોરમેટ સેન્ટ્રલ મોટર વાહન નિયમો 1989 હેઠળ જાહેર કરવામાં આવ્યું છે અને તે દેશભરમાં સમાન પીયુસી ફોર્મેટ રજૂ કરવામાં મદદ કરશે. માર્ગ અને પરિવહન મંત્રાલયે કહ્યું છે કે, આ પહેલ પીયુસી ડેટાબેસને રાષ્ટ્રીય રજિસ્ટર સાથે જોડવામાં પણ મદદ કરશે. તેમાં ઉમેર્યું હતું કે, પ્રથમ વખત રિજેક્શનનો ખ્યાલ રજૂ કરવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત વાહન માલિકોને તેમના પીયુસી સર્ટિફિકેટ નામંજૂર કરવાના કારણની જાણ કરવામાં આવશે.
મંત્રાલયે કહ્યું છે કે, વાહન માલિકનો મોબાઇલ નંબર, નામ અને સરનામું, એન્જિન નંબર અને ચેસિસ નંબર તેમજ આવી અન્ય વિગતો સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવશે. મંત્રાલયથી મળતી માહિતી અનુસાર, આ પહેલના અમલીકરણથી એજન્સીઓને પ્રદૂષિત વાહનોના મુદ્દાને વધુ સારી રીતે નિયંત્રણમાં રાખવામાં મદદ મળશે.
