Skip to main content
Settings Settings for Dark

બાયોફ્યુઅલ અને ઓછી કિંમતના બેટરી ટેકનોલોજીથી ભારતના પરિવહન ક્ષેત્રે પ્રગતિ થશે: નીતિન ગડકરી

Live TV

X
  • કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, તમામ પ્રકારના વાહનોમાં બાયોફ્યુઅલના વધતા ઉપયોગથી ભારતમાં પરિવહન ક્ષેત્ર ઝડપથી બદલાઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, બાયોફ્યુઅલ અને ઓછી કિંમતના બેટરી ટેકનોલોજીથી દેશના પરિવહન ક્ષેત્રે નોંધપાત્ર ફેરફાર થશે. બ્રિક્સ નેટવર્ક હેઠળની યુનિવર્સિટીના વૈશ્વિક પરિષદને સંબોધતા નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, ઓછી કિંમતના બેટરી ટેકનિકમાં ઝડપથી પ્રગતિ થઈ છે. આનાથી પર્યાવરણમાં સુધારો થશે સાથે જ રોજગારની નવી તક પણ ઉભી થશે.
     
    ઇલેક્ટ્રિક મોબિલીટી પર બ્રિક્સ નેટવર્ક યુનિવર્સિટીની ત્રણ દિવસીય વર્ચુઅલ કોન્ફરન્સ ગઈકાલે આઈઆઈટી બોમ્બેથી શરૂ થઈ હતી. ઉચ્ચ શિક્ષણ સચિવ અમિત ખારેએ આશા વ્યક્ત કરી કે, આ ચર્ચા વિચારણાથી ઉપયોગી માહિતી બહાર આવશે જેનાથી દરેક સભ્ય દેશને વિકાસમાં લાભ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply