કૈલાસ માનસરોવર યાત્રા માટે નાથુલાના દ્વાર ખોલવા ચીન તૈયાર
Live TV
-
આતંકવાદ, જળવાયુ પરિવર્તન મુદ્દે ભારત-ચીન વચ્ચે સધાઈ સહમતિ
વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ ચીનના પ્રવાસે છે..તેમણે પેઈચીંગ ખાતે શાંઘાઈ સહયોગ સંગઠનની સભ્ય દેશોના વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લીધો હતો..સંયુક્ત પ્રેસવાર્તા દરમિયાન સુષ્મા સ્વરાજે જણાવ્યુ હતુ કે ભારત અને ચીને સિક્કિમમાં આવેલા નાથૂલા માર્ગથી કૈલાસ માનસરોવર યાત્રા ફરીથી શરૂ કરવા પર સહમતિ આપી દીધી છે. વિદેશમંત્રી સુષમા સ્વરાજની ચીની વિદેશ મંત્રી વાંગ યી સાથે વાતચીત દરમિયાન તેને ફરીથી શરૂ કરવા નિર્ણય લેવાયો.સુષમાએ કહ્યું કે અમે આ વાતથી ખુશ છીએ કે આ વર્ષે નાથૂ લા માર્ગથી કૈલાશ માનસરોવર યાત્રા ફરીથી શરૂ થશે. તેમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે આ વર્ષે ચીન પક્ષ તરફથી પૂરા સહયોગ મળવાને કારણે ભારતીય તીર્થ યાત્રીઓ માટે સંતોષ આપનારો અનુભવ નિવડશે.ઉલ્લેખનિય છે કે આગામી 27-28 એપ્રિલે પીએમ મોદી ચીનના પ્રવાસે જવાના છે. તે દરમિયાન તેમની અને શી જિનપિંગ વચ્ચે અનેક મુદ્દે વાતચીત થશે અને અનેક સમજૂતિઓ પર હસ્તાક્ષર કરવામાં આવશે.