કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા અમદાવાદના રોહન ગુપ્તાએ આખરે કેસરિયા કરી લીધા
Live TV
-
ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ કફોડી બની છે. અમદાવાદની પૂર્વ બેઠક માટે કોંગ્રેસે જેને પસંદ કર્યા હતા તે રોહન ગુપ્તાએ થોડા દિવસ પહેલા કોંગ્રેસમાંથા રાજીનામું આપી દીધું હતું. અને આજે તેઓએ દિલ્લીમાં આખરે કેસરિયો કરી લીધા છે. દિલ્હી ભાજપ કાર્યાલયમાં તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓની હાજરીમાં રોહન ગુપ્તા ભાજપમાં જોડાયા. આ અંગે ભાજપના પ્રવક્તા શ્રદ્ધા રાજપૂત કહ્યું હતું કે કોંગ્રેસની કાર્ય પ્રણાલીથી યુવાનો કંટાળી ગયા છે અને કોઈ નેતૃત્વ નથી, જ્યારે પ્રધાનનંત્રી છેલ્લા 10 વર્ષથી વિકાસના કાર્યો કરી રહ્યા છે.
મહત્વનું છે કે કોંગ્રેસે અમદાવાદ પૂર્વના ઉમેદવાર તરીકે પસંદ કર્યા બાદ રોહન ગુપ્તએ પિતાની નાદુરસ્ત તબિયતના કારણે ચૂંટણીનું મેદાન છોડ્યું હોવાનું જણાવ્યું હતું. દિલ્લી ખાતે ભાજપમાં જોડાયા બાદ તેમણે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ વામપંથી વિચારસરણીનો ભોગ બની છે મને સનાતનના મુદ્દે ચૂપ રહેવાની સૂચના આપવામાં આવી હતી, પરંતુ રાષ્ટ્રવાદ અને સનાતન ધર્મ તો દરેક ભારતીયોના દિલમાં હોય છે. સાથે જ કહ્યું હતું કે હું ભાજપમાં અપેક્ષા સાથે નથી જોડાયો. પાર્ટી મને જે જવાબદારી આપશે તે જવાબદારી નિભાવીશ.
કોંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ સભ્ય રોહન ગુપ્તા ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીશ દોશીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે રોહન ગુપ્તાને પાર્ટીએ ભૂતકાળમાં ઘણું બધું આપ્યું હતું, તેમ છતાં પણ તેમણે પોતાની ઉમેદવારી કેન્સલ કરાવીને કોંગ્રેસ પક્ષને વફાદાર ન રહ્યા