કોરોનાના ટેસ્ટ મામલે ભારતે હાસિલ કરી મહત્વપૂર્ણ ઉપલબ્ધિ
Live TV
-
કોવિડ-19 ટેસ્ટમાં ભારતે મહત્વપૂર્ણ ઉપલબ્ધિ મેળવી છે. ભારતે 10 કરોડથી વધારે સેમ્પલનો ટેસ્ટ કર્યો છે.
પાછલા 17 દિવસોથી ભારતમાં સરેરાશ દરરોજ 10 લાખ સેમ્પલની તપાસ કરવામાં આવી રહી છે. પ્રતિ દસ લાખ જનસંખ્યા પર ભારત 74 હજાર ટેસ્ટ કરી રહી છે.
5 કરોડ સેમ્પલોનો ટેસ્ટ ફક્ત 45 દિવસોમાં
દેશમાં 5 કરોડ સેમ્પલોનો ટેસ્ટ ફક્ત 45 દિવસોમાં કરવામાં આવ્યો છે. 8 સપ્ટેમ્બરે ભારતે 5 કરોડ ટેસ્ટ કરી લીધા હતા અને ફક્ત 50 દિવસથી પણ ઓછા સમયમાં જ 10 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ત્યારે જ સંભવ થયું છે જ્યારે ભારતે પોતાના ટેસ્ટિંગની ક્ષમતાને આખા દેશમાં વધારી છે. ભારતે નવા ટેક્નીકલ અને ઈનોવેશન દ્વારા આ તમામ ઉપલબ્ધિને હાસેલ કરી છે. તપાસની આ પ્રક્રિયા છે જેનાથી વાયરસના સંક્રમણને રોકી શકાય છે.