બિહારના સાસારામથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભાનું સંબોધન કર્યુ
Live TV
-
બિહાર વિધાનસભાની ચૂંટણી પ્રચાર માટે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહાર પ્રવાસે છે. બિહારમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 જગ્યાઓએ સંબોધન કરવાના છે. તેમાંથી સાસારામમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલી ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. ત્યાર બાદ તેઓ ગયા અને ભાગલપુરમાં પણ ચૂંટણી રેલીઓને સંબોધન કરશે.
બિહારી ભાષામાં શરૂ કરી સંબોધનની શરૂઆત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાસારામ રેલીમાં પોતાના સંબોધનની શરૂઆત બિહારી ભાષામાં કરી. પીએમએ સૌથી પહેલા રામવિલાસ પાસવાન અને રધુવંશ પ્રસાદ સિંહનો શ્રદ્ધાંજલિ આપી. ત્યાર બાદ તેમણે જણાવ્યું કે, બિહારના લોકો કોરોના વાયરસ મહામારી સામે જંગ લડી રહ્યા છે નીતિશજીની આગેવાનીમાં બિહાર આગળ વધી રહ્યું છે.
ચૂંટણીને લઇને પ્રચારકાર્ય પૂરજોશમાં
બિહારમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં મતદાન માટે વિવિધ પાર્ટીઓના વરિષ્ઠ નેતા અને સ્ટાર પ્રચારક ચૂંટણી રેલીઓ કરવામાં આવી રહી છે. પહેલા તબક્કાના ચૂંટણી પ્રચારમાં હવે ફક્ત પાંચ દિવસ જ બાકી રહ્યા છે. દરેક દળના નેતા એક દિવસમાં ધણી સભાઓને સંબોધિત કરી રહ્યા છે.
બિહાર વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રચારકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે ગયા અને ભાગલપુરમાં પણ ચૂંટણી રેલીને સંબોધન કરવાના છે. તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ બિહારના હિસુઆ અને ભાગલપુરના કહલગામમાં ચૂંટણી રેલીને સંબોધવાના છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણીના ઘમાસાણ વચ્ચે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યા બાદ ગઇકાલે ભાજપે પણ પોતાનું સંકલ્પ પત્ર જાહેર કર્યું હતું.
ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
નાણામંત્રી નિર્મલા સીતારમણે 5 સૂત્ર, 1 લક્ષ્ય અને 11 સંકલ્પનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરીને બિહારને IT હબ બનાવવા, 1 લાખ લોકોને સ્વાસ્થ્ય વિભાગ સહીત કુલ ૧૯ લાખ લોકોને નોકરી આપવી, ૧ વર્ષમાં ૩ લાખ નવા શિક્ષકોની ભરતી, કઠોળની ખરીદી પણ MSP દ્વારા, દરભંગામાં ૨૦૨૪ સુધી એઈમ્સનું નિર્માણ કરવાના વાયદા કર્યા છે. ઉપરાંત કોરોનાને પણ ઘોષણાપત્રમાં સામેલ કરીને બિહારના લોકોને વેક્સીન મફત આપવાની વાત કરી હતી.