Skip to main content
Settings Settings for Dark

કોરોના કાળમાં પહેલી ચૂંટણીની જાહેરાત, બિહાર વિધાનસભાની ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાશે

Live TV

X
  • બિહારમાં 2020ની ચૂંટણીમાં સાત કરોડથી વધુ મતદાતા મતદાન કરશે. આ વખતે એક બૂથ પર માત્ર એક હજાર મતદાતા જ હશે.

    બિહારમાં 28 ઓક્ટોબરથી 3 તબક્કાનું મતદાન યોજાશે, જ્યારે 10 નવેમ્બરના રોજ મતગણતરીની પ્રકિયા હાથ ધરાશે. મુખ્ય ચૂંટણી પંચ કમિશ્નર સુનિલ અરોડાએ આજે ચૂટણી કાર્યક્રમની ધોષણા કરતા જણાવ્યુ હતુ કે, આદર્શ આચાર સંહિતા તત્કાળ પ્રભાવથી લાગુ થશે. 28 ઓક્ટોબરના રોજ પ્રથમ તબક્કામાં 71 સીટો માટે, 3 નવેમ્બરના રોજ બીજા તબક્કામાં 94 સીટો માટે અને 7 નવેમ્બરના રોજ ત્રીજા તબક્કામાં 78 સીટો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. વધુમાં સુનિલ અરોડાએ જણાવ્યુ કે, સુરક્ષા વ્યવસ્થા અને તહેવારોને ધ્યાનમાં લેતા 243 સભ્યોની રાજ્ય વિધાનસભાની ચૂંટણી ઓછા તબક્કામાં કરાવવાનો નિર્ણય કરાયો છે. જેમાં મતદાનનો સમયગાળો એક ક્લાક વધારી સાંજના 6 વાગ્યા સુધી કરાયો છે. વધુમાં તેમણે જણાવ્યુ કે, કોરોનાની મહામારીને જોતા હેન્ડ સેનિટાઈઝર, માસ્ક, પીપીઈ કીટ, ગ્લવ્ઝની પૂરતી વ્યવસ્થા કરાઈ છે. ચૂંટણી દરમિયાન મતદાતાએ સોશ્યલ ડિસ્ટિન્સિંગનું પાલન કરવાનું રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
apply