PM મોદીએ પંડિત દીનદયાલ જયંતિ પ્રસંગે BJPના કાર્યકર્તાઓને સંબોધીત કર્યા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંડિત દીનદયાલ જયંતિ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને વીડિયો કોન્ફરન્સથી સંબોધન કર્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંડિત દીનદયાલ જયંતિ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને વીડિયો કોન્ફરન્સથી સંબોધન કર્યું હતું. પંડિત દિનદયાળના વિચારોમાંથી પ્રેરણા લઇને , કાર્યકર્તાઓને સેવા કાર્યો કરતા રહેવાની , પ્રધાનમંત્રીએ હાકલ કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું , કે ખેડૂતો આજે સૌથી વધુ ખુશ છે. દાયકાઓ પછી ખેડૂતોને , તેમની ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે. કૃષિ સુધારા અંગે ખેડૂતોમાં જાગૃતિ ફેલવવા , પ્રધાનમંત્રીએ કાર્યકરોને અપીલ કરી હતી. ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વિટ કરીને , આદર સહ અંજલિ આપતા જણાવ્યું હતું , કે જન સંઘના સંસ્થાપક દિન દયાલ ઉપાધ્યાયે , દેશને પ્રતગિશીલ વિચારધારા આપવાનું કામ કર્યું હતું. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પણ , ટ્વિટ કરીને અંજલિ આપી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિતના આગેવાનો , અને કાર્યકરોએ , પંડિત દીનદયાલ ઉપાધ્યાયને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પંડિત દીનદયાલ ઉપાધ્યાયનો જન્મ , 25 સપ્ટેમ્બર 1916ના રોજ , મથુરામાં થયો હતો.