આજે ISRO ના પૂર્વ ચેરમેન સતીષ ધવનની જન્મજયંતિ
Live TV
-
આજે ISRO ના પૂર્વ ચેરમેન સતીષ ધવનની જન્મજયંતિ છે. પ્રો.સતિષ ધવન એક પ્રખર શિક્ષક, સંશોધક અને ઇજનેર હતા. જેમને ફલુઇડ ડાયનેમિક રિસર્ચના પિતા પણ કહેવામાં આવે છે.
આજે ISRO ના પૂર્વ ચેરમેન સતીષ ધવનની જન્મજયંતિ છે. પ્રો.સતિષ ધવન એક પ્રખર શિક્ષક, સંશોધક અને ઇજનેર હતા. જેમને ફલુઇડ ડાયનેમિક રિસર્ચના પિતા પણ કહેવામાં આવે છે. પ્રોફેસર ધવને વિક્મ સારાભાઇની વ્યપક દ્રષ્ટિને આગળ ધપાવવા માટે મોટા ફાળો આપ્યો હતો. પ્રોફેસર ધવન 1972માં ઇસરોના ચેરમેન તરીકે પદભાર સંભાળ્યો હતો,, અને 1984 સુધી જવાબદારી સંભાળી હતી. તેમના કાર્યકાળમાં ભારતે અવકાશી ક્ષેત્રમાં મોટો ફાળો આપ્યો. INSAT, NNRMS, PSLV ને વિકાસમાં મોટું યોગદાન આપ્યું.. જોકે તેમના મહત્વપૂર્ણ ફાળાને લઇને 2000માં શ્રી હરિકોટામાં સતીષ ધવન સ્પેસ સેન્ટરની સ્થાપના પણ કરાવામાં આવી. ત્યારે આજે ઇસરો દ્વારા તેમની યાદ કરતા વિશેષ કાર્યક્મનું પણ આયોજન કરાયું છે.