દેશમાં કોરોનાનો રિક્વરી રેટ 81.7 ટકા, મૃત્યુદર 1.6 ટકા પર
Live TV
-
દેશભરમાં કોરોનાની મહામારીમાં નવા દર્દીઓની તુલનામાં સારવાર લઇને સાજા થઇ રહેલા દર્દીઓનો દર સતત સુધરી રહ્યો છે.
દેશભરમાં કોરોનાની મહામારીમાં નવા દર્દીઓની તુલનામાં સારવાર લઇને સાજા થઇ રહેલા દર્દીઓનો દર સતત સુધરી રહ્યો છે. દેશમાં રીકવરી રેટ વધીને 81.7 ટકા થઇ ગયો છે. દેશમાં અત્યાર સુધીમાં 47 લાખ 56 હજાર 164 લોકો મહામારીને માત આપીને સ્વસ્થ થઇ ચુક્યા છે. રિકવરી રેટમાં ભારત વિશ્વમાં ટોચ પર પહોંચી ગયું છે. મૃત્યુદર પણ ઘટીને 1.6 ટકાની સૌથી નીચી સપાટીએ પહોંચ્યો છે. દેશમાં ટેસ્ટિંગની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે.
➡️ દેશમાં 24 કલાકમાં કોરોનાના 86,052 નવા કેસ
➡️ 24 કલાકમાં 1141 ના મૃત્યુ; કુલ 92,290 ના મૃત્યુ
➡️ દેશમાં કોરોનાના કુલ કેસ 58,18,570
➡️ 24 કલાકમાં દેશભરમાં 81,177 દર્દી સાજા થયા
➡️ કુલ 47,56,164 સ્વસ્થ, કુલ 9,70,116 સક્રિય કેસ
➡️ મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં સૌથી વધુ કેસ નોંધાયા
➡️ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,92,409 ટેસ્ટ કરાયા
➡️ અત્યાર સુધી 6,89,28,440 ટેસ્ટ કરવામાં આવ્યા