ખેડૂતોમાં જબરદસ્તી ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છેઃ કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર
Live TV
-
કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતોને ભાર પૂર્વક જણાવ્યું છે કે, ટેકાને ભાવે ખરીદીએ ભારત સરકારનો એક મહત્વનો નિર્ણય છે. આ નિર્ણય પહેલાં પણ હતો અને આવનારા સમયમાં પણ રહેશે.
કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતોને ભાર પૂર્વક જણાવ્યું છે કે, ટેકાને ભાવે ખરીદીએ ભારત સરકારનો એક મહત્વનો નિર્ણય છે. આ નિર્ણય પહેલાં પણ હતો અને આવનારા સમયમાં પણ રહેશે. સરકારે ખરીફ પાક માટે ટેકાના ભાવ પહેલાં જ જાહેર કરી દીધા છે. માટે આ મામલે કોઈને શંકા ન હોવી જોઈએ, પરંતુ આ મામલે ખેડૂતોમાં જબરદસ્તી ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે.