51માં IFFIનું આયોજન 16થી 24 જાન્યુઆરીના રોજ ગોવામાં કરાશે
Live TV
-
51મા ભારતીય આંતર રાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું આયોજન આ વર્ષે 20 થી 28 નવેમ્બરના સ્થાને આવતા વર્ષે 16 થી 24 જાન્યુઆરી વચ્ચે ગોવામાં યોજાશે.
51મા ભારતીય આંતર રાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું આયોજન આ વર્ષે 20 થી 28 નવેમ્બરના સ્થાને આવતા વર્ષે 16 થી 24 જાન્યુઆરી વચ્ચે ગોવામાં યોજાશે. ફિલ્મ મહોત્સવનું આયોજન ડીજીટલ અને પ્રત્યક્ષ એમ બંને રીતે થશે. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું, કે મહોત્સવનું આયોજન મોકુફ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કોવિડ-19ની સ્થિતીને ધ્યાને લેતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું, કે આંતર રાષ્ટ્રીય મહોત્સવના આયોજન વખતે પણ , કોવિડ -19 સાથે સંકળાયેલા તમામ નિયમોનું , પાલન કરવામાં આવશે