વિદેશમંત્રી એસ.જયશંકરે સાર્ક દેશોના મંત્રીઓની પરિષદમાં ભાગ લીધો
Live TV
-
વિદેશ મંત્રી ડોક્ટર એસ.જય શંકરે ગઇકાલે સાર્ક દેશોના મંત્રીઓની પરિષદની વાર્ષિક બિન-ઔપચારિક બેઠકમાં ભાગ લીધો હતો. નેપાળના અધ્યક્ષ પદે આ વરચ્યુઅલ બેઠક મળી હતી. બેઠકમાં સાર્ક સભ્યોએ ભાગ લીધો હતો.
વિદેશ મંત્રી ડોક્ટર એસ.જય શંકરે ગઇકાલે સાર્ક દેશોના મંત્રીઓની પરિષદની વાર્ષિક બિન-ઔપચારિક બેઠકમાં ભાગ લીધો હતો. નેપાળના અધ્યક્ષ પદે આ વરચ્યુઅલ બેઠક મળી હતી. બેઠકમાં સાર્ક સભ્યોએ ભાગ લીધો હતો. બેઠકમાં કોવિડ-19 મહામારીનો સામનો કરવા થઇ રહેલા પ્રાદેશિક પ્રયાસોની સમીક્ષા કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયની યાદીમાં જણાવ્યા મુજબ મહામારીને રોકવા સહિયારા પ્રયાસને મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સની મદદથી સાર્ક નેતાઓ સાથે વાતચીત કરવા કરેલી પહેલની બેઠકમાં ભાગ લેનારા તમામ સભ્યોએ પ્રશંસા કરી હતી. ડો. જય શંકરે એક સંપ, અખંડ, સુરક્ષિત અને ખુશહાલ દક્ષિણ એશિયાના નિર્માણ માટે સાર્ક સંગઠન પ્રતિ ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. વિદેશ મંત્રીએ સાર્ક કોવિડ-19 ઇમરજન્સી ભંડોળમાં ભારતે કરેલા યોગદાન અંતર્ગત આવશ્યક દવાઓ અને જરૂરી ચિકિત્સા સામગ્રી વગેરેનો પુરવઠો ઉપલબ્ધ કરાવ્યા વિષે પણ સભ્યોને જાણકારી આપી હતી. ભારતે આ સામગ્રીનો પુરવઠો ઉપલબ્ધ કરાવવા સાર્ક દેશોને 23 લાખ ડોલર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.