ગૃહ મંત્રાલયે સાયબર છેતરપિંડીથી થતા આર્થિક નુકસાનને રોકવા માટે રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર જાહેર કર્યો
Live TV
-
છેતરપિંડીથી થતા આર્થિક નુકસાનને રોકવા અને આ અંગે ફરિયાદો નોંધાવવા માટે રાષ્ટ્રીય હેલ્પલાઈન નંબર 155260 જાહેર કર્યો
ગૃહ મંત્રાલયે સાયબર છેતરપિંડીથી થતા આર્થિક નુકસાનને રોકવા અને આ અંગે ફરિયાદો નોંધાવવા માટે રાષ્ટ્રીય હેલ્પલાઈન નંબર 155260 જાહેર કર્યો છે. જે લોકો સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા છે. તેમના મહેનતનાં પૈસાની ખોટ અટકાવવા માટે તેઓ આ હેલ્પલાઈન નંબર ઉપર ફરિયાદ નોંધાવી શકશે. ગૃહ મંત્રાલય હેઠળ ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરની મદદથી આ હેલ્પલાઈન અને રિપોર્ટિંગ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે. આમાં દેશની તમામ મોટી બેંકો, ભારતીય રિઝર્વ બેંક, ચુકવણી બેંકો અને નાણાકીય સેવાઓની કંપનીઓ પણ સહયોગ આપી રહી છે.
આ હેલ્પલાઈન આ વર્ષે 1લી એપ્રિલથી શરૂ કરવામાં આવી હતી અને બે મહિનાના ગાળામાં અત્યાર સુધીમાં 1 કરોડ 85 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી અટકાવવામાં આવી છે. દિલ્હીમાં 58 લાખ રૂપિયા અને રાજસ્થાનમાં 13 લાખ રૂપિયા છેતરપિંડી કરનારાઓના ખાતામાં જતા અટકાવવામાં આવ્યા હતા.
