Skip to main content
Settings Settings for Dark

દેશભરમા 1 લાખ કોરોના યોધ્ધાઓનો કૌશલ વિકાસ કરવાનો હેતુઃ પ્રધાનમંત્રી

Live TV

X
  • પ્રધાનમંત્રીએ જણાવ્યુ કે, કોરોના મહાયુધ્ધ અભિયાનના મહત્વના ચરણનો પ્રારંભ થયો છે. કોરોનાની બીજી વેવમાં વાયરસની બદલાતી પ્રકૃતિએ પડકારો લાવ્યા છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોનો યોધ્ધાઓ માટે કસ્ટમાઈઝ્ડ ક્રેશ કોર્સ પોગ્રામ લોન્ચ કર્યો છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યુ કે, કોરોના મહાયુધ્ધ અભિયાનના મહત્વના ચરણનો પ્રારંભ થયો છે. કોરોનાની બીજી વેવમાં વાયરસની બદલાતી પ્રકૃતિએ પડકારો લાવ્યા છે. તેમણે કહ્યુ કે, ભારતમાં મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મોટું નેટવર્ક બનાવવામાં આવ્યું છે. દેશમા વિવિધ હોસ્પિટલમાં ઓક્સિજન અને વેન્ટીલેટર આપવામા આવ્યા છે. બદલાતી પરિસ્થીતીઓની વચ્ચે પોતાની સ્કિલને અપગ્રેડ કરવાની સમયની માંગ છે. આ પ્રોગ્રામને લઈને તેમણે જણાવ્યુ કે, નવા યુવાનોની સ્કિલિંગ કરવામા આવશે. તથા અગાઉ તાલીમાર્થી યુવાનોમા પણ અપ-સ્કીલિંગ કરવામા આવશે. એક લાખ યુવાનોને સ્કિલ કરવાનું કામ તથા તેમને ત્રણ મહિનાની તાલીમ આપવામા આવશે. આ પછી આ લોકો કામ શરૂ કરશે. આ સાથે  યુવાનો માટે રોજગારીની તકો પણ ઉભી થશે. આજે સ્કિલ ઇન્ડિયા મિશન જરૂરિયાત મુજબ લાખો યુવાનોને તાલીમ આપી રહ્યું છે. દેશમા કોવિડ કીટથી લઈને તમામ સાધનસામગ્રી તૈયાર કરવામાં આવી રહી છે. મહ્ત્વનુ છે કે, 26થી વધુ રાજ્યોમા 111 પ્રશિક્ષણ કેન્દ્રો ખોલવામા આવશે. આ કાર્યક્રમનો હેતુ દેશભરમા 1 લાખ કોરોના યોધ્ધાઓનો કૌશલ વિકાસ કરવાનો છે.  આ અંતર્ગત કોવિડ યોધ્ધાઓને હોમ કેર સપોર્ટ, બેઝીક કેર સપોર્ટ, એડવાન્સ કેર સપોર્ટ, ઈમરજન્સી કેર સપોર્ટ, સેમ્પલ કલેક્શન સપોર્ટ અને મેડિકલ સામાન સપોર્ટ જેવા 6 કસ્ટ્માઈઝડ જોબ માટે ટ્રેનિંગ આપવામા આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply