છત્તીસગઢમાં સુરક્ષાદળોએ સાત નકસલીઓને ઠાર માર્યાં
Live TV
-
મોટા ઓપરેશનને પાર પાડતાં બિજાપુર જિલ્લામાં સુરક્ષાદળ જવાનોએ અથડામણમાં સાત નકસલીઓને ઠાર માર્યા હતા.
મહારાષ્ટ્ર બાદ છત્તીસગઢમાં સુરક્ષાદળને મોટી સફળતા મળી છે. મોટા ઓપરેશનને પાર પાડતાં બિજાપુર જિલ્લામાં સુરક્ષાદળ જવાનોએ અથડામણમાં સાત નકસલીઓને ઠાર માર્યા હતા. જેમાં પાંચ મહિલા નક્સલીઓ પણ સામેલ છે.
ઘટનાસ્થળથી સુરક્ષાદળે હથિયારો પણ કબજે કરી લીધા છે. આ ઘટનામાં એક SLR, એક થ્રી મોટ થ્રી રાઈફલ, એક રિવોલ્વર, ચાર SBBL, 6 રોકેટ લોન્ચક અને 3 ગ્રેનેટ ની સાથે અન્ય સામગ્રી પણ મળી છે. આ એનકાઉન્ટરમાં ત્રણ જવાનો ઈજાગ્રસ્ત થયા હતા.
આ ઘટના છત્તીસગઢ - તેલંગાણાની સરહદથી આઠ કિલો મીટર અને બીજાપુરથી 60 કિલોમીટર દૂર રોલાગુડા - ભદ્રકાલી વિસ્તારના ઈલમીડી પોલીસ સ્ટેશનની હદમાં બની હતી. શુક્રવારે સર્ચ ઓપરેશન દરમિયાન ભદ્રકાલી થાણા પાસે નક્સલવાદીઓએ સુરક્ષાદળ ઉપર ગોળીબાર શરૂ કર્યો હતો. તે સાથે જવાનોએ જવાબી કાર્યવાહી હાથ ધરી હતી.