પીએમ મોદી અને જિનપિંગની જુગલબંધી પર ઋષી કપૂર બોલ્યા 'થેંક યૂ'
Live TV
-
ચીનના હુવાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મુલાકાત થઈ. આ દરમિયાન પીએમ મોદીના સ્વાગત માટે બાળકોએ ખાસ બોલિવુડ ગીત તુ,તુ હૈ વહી,, વગાડ્યું હતું. ઋષિ કપૂરની યે વાદા રહાનું ગીતના ઉપયોગ બદલ તેમણે પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો
પીએમ મોદીના સ્વાગતમાં બોલિવુડનો રંગ પણ જોવા મળ્યો હતો. જ્યારે પ્રધાનમંત્રી મોદી ચીનના પ્રવાસે ગયા હતા, ત્યારે તેમના સ્વાગત માટે બાળકોએ ખાસ ટ્યૂન તુ, તુ, હી વહી વગાડ્યું હતું, જે ગીતના બોલ ઋષિ કપૂરની ફિલ્મ યે વાદા રહાનું છે. ત્યારે ઋષિ કપૂરે પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો આભાર વ્યક્ત કરતું ટ્વીટ કર્યું છે.
ઋષિ કપૂરે આ ખુશી વ્યક્ત કરતા તેમના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે, પ્રધાનમંત્રીના સ્વાગત દરમિયાન વુહાનમાં અમારી ફિલ્મનું ગીત વાગ્યું 'તૂ...તૂ હૈ વહી.. ગીત વગાડવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી સાથે એ સમયે ચીનના પ્રમુખ શી જિનપિંગ પણ હાજર હતા. દિલથી આભાર માનું છું. પંચમ દાનો પણ આભાર
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક