કેદારનાથ મંદિરના કપાટ ખૂલ્યા, ભક્તો માટે એક સપ્તાહ સુધી વિશેષ કાર્યક્રમ
Live TV
-
રાજ્યના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત તથા રાજ્યપાલ કેકે પોલની ઉપસ્થિતિમાં દ્વાર ખોલવામાં આવ્યા હતા.
ઉત્તરાખંડમાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ કેદાનાથ ધામના કપાટ આજે રવિવારે ભાવિક ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત તથા રાજ્યપાલ કેકે પોલની ઉપસ્થિતિમાં દ્વાર ખોલવામાં આવ્યા હતા. હિમાલયના ગઢવાલ પ્રાંતમાં આવેલા કેદારનાથ ધામના દર્શન માટે ઉમટેલા ભક્તોને મુખ્યમંત્રીએ આવકાર્યા હતા. કેદારનાથમાં એક સપ્તાહ સુધી રોજ સાંજે સાઉન્ડ અને લાઇટ શો યોજવામાં આવશે.
કેદારનાથ યાત્રામાં ભક્તોની સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા વીજળી, પાણી તથા આરોગ્ય સેવાઓ જેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગંગોત્રી તથા યમુનોત્રી ધામના દ્વારા પહેલેથી જ ખોલી દેવામાં આવ્યા છે. જ્યારે બદ્રીનાથના દ્વાર 30મી એપ્રિલે ખોલવામાં આવશે. દર વર્ષે શિયાળાના દિવસોમાં આ યાત્રાધામના દ્વાર ભક્તો માટે બંધ કરવામાં આવે છે.