Skip to main content
Settings Settings for Dark

મન કી બાતમાં વડાપ્રધાને કોમનવેલ્થ ગેમ્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ભારતીય રમતવીરોને બિરદાવ્યા

Live TV

X
  • એક વિશેષ ઇન્ટર્નશીપ માટે હું આપ સૌને આગ્રહ કરું છું. ભારત સરકારના ત્રણ મંત્રાલય Sports, HRD અને  Drinking Water Departmentએ ત્રણેએ મળીને Swachh Bharat Summer Internship 2018’ ની જાહેરાત કરી છે. હું વિદ્યાર્થીઓ અને યુવાનોને ફરી એક વખત આ ઇન્ટર્નશીપમાં જોડાવા માટે આમંત્રણ આપું છું. તેઓ આ ઇન્ટર્નશીપનો લાભ લે. - વડાપ્રધાન મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહેલી જાણવા જેવી વાતઃ
    - ગત મહિને મન કી બાતમાં મેં દેશવાસીઓને ફીટઇન્ડિયાનું આહવાહન કર્યું અને દરેકને ફીટ ઇન્ડિયામાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું. મને આનંદ છે કે મોટી સંખ્યામાં લોકો તેની સાથે જોડાયા.
    - એક વિશેષ ઇન્ટર્નશીપ માટે હું આપ સૌને આગ્રહ કરું છું. ભારત સરકારના ત્રણ મંત્રાલય Sports, HRD અને  Drinking Water Departmentએ ત્રણેએ મળીને Swachh Bharat Summer Internship 2018’ ની જાહેરાત કરી છે.
    -  હું વિદ્યાર્થીઓ અને યુવાનોને ફરી એક વખત આ ઇન્ટર્નશીપમાં જોડાવા માટે આમંત્રણ આપું છું. તેઓ આ ઇન્ટર્નશીપનો લાભ લે.
    - શું આપણને નથી લાગતું કે જળ સંરક્ષણ આપણી જવાબદારી હોવી જોઈએ. દરેક વ્યક્તિની જવાબદારી હોવી જોઈએ. વરસાદનું એક એક ટીપું આપણે કેવી રીતે બચાવીએ અને આપણે બધાને ખબર છે કે ભારતીયોના હૃદયમાં જળ સંરક્ષણ એ નવો વિષય નથી.
    - આપણા પૂર્વજોએ પાણીના એક એક ટીપાના મહાત્મ્યને પ્રાથમિકતા આપી છે. આપણી વિવિધ વાવ, સ્ટેપવેલ્સ પર્યટન સ્થળ તો છે જ પણ એ ન ભૂલીએ કે તે જળ સંચય માટે પૂર્વજોએ કરેલા અભિયાનનો જીવતો જાગતો પુરાવો છે.
    - ગુજરાતમાં અડાલજ અને પાટણની વાવ જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, તેની ભવ્યતા જોવા જેવી છે. એક રીતે તો આ વાવ જળ મંદિર છે.
    - થોડા દિવસોમાં રમજાનનો પવિત્ર માસ શરુ થશે. વિશ્વભરમાં રમજાનનો મહિનો સંપૂર્ણ શ્રદ્ધ અને સન્માનસહિત મનાવવામાં આવે છે.
    - દર વર્ષે મનરેગા બજેટથી હટીને જળ સંરક્ષણ અને જળ વ્યવસ્થાપન પર સરેરાશ 32 હજાર કરોડ રુપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. 2017-18માં લગભગ 35 હજાર કરોડ રુપિયા જળ સંરક્ષણના કામો પર ખર્ચ કરવામાં આવ્યા છે.
    - હું સૌ દેશવાસીઓને રમજાનના પવિત્ર મહિનાની શુભકામના આપુ છું. મને આશા છે કે આ અવસર લોકોને શાંતિ અને સદભાવનાના પયગંબર મહોમ્મદ સાહેબના સંદેશ પર ચાલવાની પ્રેરણા આપશે.
    એક વાર કોઈ માણસે પયગંબર સાહેબને પૂછ્યું - "ઇસ્લામમાં કયું કાર્ય સૌથી સારું છે?" પયગંબર સાહેબે કહ્યું - "કોઈ ગરીબ કે જરૂરીયાતમંદને ખવડાવવું અને સૌને સદભાવથી મળવું, પછી ભલે તમે તેને જાણતા હોવ કે ન જાણતા હોવ"
    - બુદ્ધ પૂર્ણિમા દરેક ભારતીય માટે વિશેષ દિવસ છે. આપણને ગર્વ હોવું જોઈએ કે ભારત કરુણા, સેવા અને ત્યાગની શક્તિ દેખાડનારા ભગવાન બુદ્ધની ધરતી છે. 
    - ભગવાન બુદ્ધ સમાનતા, શાંતિ, સદભાવ અને ભાઈચારાની પ્રેરણા શક્તિ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2025 Max Temp : °C Min Temp : °C
apply