છેલ્લાં 24 કલાકમાં દેશમાં કુલ 30 લાખથી વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી
Live TV
-
કેન્દ્રિય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મુજબ દેશમાં અત્યાર સુધી 27 કરોડથી વધારે લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે.
દેશમાં કોરોના રસીકરણ અભિયાન ઝડપથી આગળ વધી રહ્યું છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મુજબ દેશમાં અત્યાર સુધી 27 કરોડથી વધારે લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે. 18થી 44 વર્ષના 19 લાખ 43 હજારથી વધારે લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાઇ ચૂક્યો છે.
30 લાખથી વધારે લોકોને છેલ્લા 24 કલાકમાં આપવામાં આવી રસી
છેલ્લાં 24 કલાકમાં દેશમાં કુલ 30 લાખથી વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. રસીકરણના ત્રીજા તબક્કામાં 18 થી 44 વર્ષના લોકોમાં રસી મૂકાવવાનું પ્રમાણ વધ્યું છે. જે અંતર્ગત આ વર્ગમાં પાંચ કરોડ 20 લાખ લોકો કોરોના વેક્સિન લઇ ચૂક્યાં છે. મહારાષ્ટ્રમાં આજથી 30 થી 44 વર્ષની વ્યક્તિઓનું રસીકરણ શરૂ કરવામાં આવશે.છેલ્લા 11 દિવસથી કોરોનાના કેસ સતત એક લાખથી નીચે
દરમિયાન દેશમાં કોરોનાના કેસનું પ્રમાણ ઘટી રહ્યું છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં છેલ્લા 11 દિવસથી કોરોનાના કેસ સતત એક લાખથી નીચે નોંધાઈ રહ્યાં છે. તો પાછલા એક સપ્તાહ દરમિયાન દૈનિક કેસમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ સાથે રિકવરી રેટ વધીને 96 ટકા થયો છે. 24 કલાકમાં 19 લાખથી વધારે લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.દેશમાં સક્રિય કેસ 7, 60,019
પોઝિટિવિટી રેટ 4 ટકાથી નીચે નોંધાઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલય અનુસાર દેશમાં 513 જિલ્લાઓમાં પોઝિટિવિટી રેટ 5 ટકા કરતાં પણ ઓછો છે. દેશમાં સક્રિય કેસ 7 લાખ 60 હજાર 19 છે. છેલ્લાં 24 કલાકમાં 60 હજાર 753 નવા કેસ નોંધાયા હતાં. 24 કલાકમાં 97 હજાર 743 દર્દીઓ સાજા થાય અને મૃત્યુ આંક ઘટીને 1637 થયો છે. દેશમાં સ્વસ્થ્ય થનાર વ્યક્તિનો દર વધીને 96.16 ટકા થઇ ગયો છે.
