'ફ્લાઇંગ સિખ' મિલ્ખા સિંહનું નિધન, પ્રધાનમંત્રીએ કહ્યું,'આપણે મહાન ખેલાડી ગુમાવ્યા'
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ.
ફ્લાઈંગ સિખ મિલ્ખા સિંહનું 91 વર્ષની વયે નિધન થયું છે. એક અઠવાડિયા પહેલા જ તેમના પત્ની નિર્મલ મિલ્ખા સિંહનું નિધન થયું હતું. મિલ્ખા સિંહે 91 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા જ્યારે તેમની પત્ની 85 વર્ષના હતા. થોડા દિવસો પહેલા મિલ્ખા સિંહ કોરોના સંક્રમિત થયા હતા ત્યાર બાદ તેમણે કોરોનાને તો મ્હાત આપી દીધી હતી પરંતુ તેમની તબિયત બગડવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું નિધન થયું છે.
મિલ્ખા સિંહના નિધન પર પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યુ
મિલ્ખા સિંહના નિધન બાદ પ્રધાનમંત્રી મોદીએ મોડી રાત્રે ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ હતું. તેમણે મિલ્ખા સિંહ સાથે એક તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, મિલ્ખા સિંહના નિધનથી આપણે એક મહાન ખેલાડીને ગુમાવ્યા છે, જેણે અસંખ્ય ભારતીયોના દિલમાં સ્થાન મેળવ્યું હતું, તેમના નિધનથી ઘણું દુઃખ થયું.
ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરી શોકની લાગણી વ્યક્ત કરી
ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું કે, મહાન દોડવીર મિલ્ખા સિંહના નિધનથી શોકની લોગણી છે, તેમણે વિશ્વ એથ્લેટિક્સના ક્ષેત્રે એક અલગ જ છાપ છોડી હતી. તેમને હંમેશા ભારતીય રમત-ગમતના ક્ષેત્રના ચમકતા તારાની જેમ યાદ કરવામાં આવશે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ટ્વીટ કરીને દુઃખની લાગણી વ્યક્ત કરી
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરી કહ્યું કે, મિલ્ખા સિંહના નિધનથી ઘણુ દુઃખ થયું. તેમના સંઘર્ષની કહાની અને તેમનું ચારિત્ર અનેક પેઢીઓને પ્રેરણા આપતું રહેશે. તેમના પરિવારના સભ્યો અને લાખો પ્રશંસકો પ્રત્યે મારી સંવેદનામિલ્ખા સિંહની સિદ્ધિઓ
મિલ્ખા સિંહે વર્ષ 1956માં મેલબર્ન ઓલંપિક, 1960માં રોમ ઓલંપિક અને 1964માં ટોક્યો ઓલંપિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે વર્ષ 1958માં કોમન વેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો જે આઝાદી બાદ ભારતનો પહેલો ગોલ્ડ મેડલ હતો. 2010 પહેલા મિલ્ખા સિંહ કોમનવેલ્થ ગેમ્સમાં વ્યક્તિગત એથલેટિક્સ શ્રેણીમાં સુવર્ણ પદક જીતનાર પહેલા ભારતીય એથલીટ હતા.
