છેલ્લા 25 વર્ષથી ચાલતા તમાકુ નિયંત્રણ અભિયાન અંગે ડો.હર્ષવર્ધને આપી જાણકારી
Live TV
-
ભારતમાં એક વિશેષ તમાકું નિયંત્રણ કાર્યક્રમ ચાલી રહ્યો છે. છેલ્લાં સાત વર્ષમાં સરકારની લક્ષિત કાર્યવાહીથી તમાકું નિયંત્રણમાં મદદ મળી છે.
કેન્દ્રિય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડોક્ટર હર્ષવર્ધને 25 વર્ષોમાં તમાકું નિયંત્રણની વૈશ્વિક જાણકારી આપવા માટે એક વચ્યુઅલ કાર્યક્રમને સંબોધીત કર્યો હતો. આ કાર્યક્રમ તમાકુ મુક્ત બાળકોના અભિયાનના 25 વર્ષ પૂર્ણ થયા એ હેતુથી રાખવામાં આવ્યો હતો. ડોક્ટર હર્ષ વર્ધને કહ્યું કે, તમાકું નિયંત્રણને એક મિશન અને સામાજિક આંદોલનની જેમ આગળ વધારવાની જરૂર છે. ભારતમાં એક વિશેષ તમાકું નિયંત્રણ કાર્યક્રમ ચાલી રહ્યો છે. છેલ્લાં સાત વર્ષમાં સરકારની લક્ષિત કાર્યવાહીથી તમાકું નિયંત્રણમાં મદદ મળી છે. સરકારે તમાકું નિયંત્રણ માટે અનેક ઉપાયો કર્યો છે. તમાકુ ઉત્પાદકોના પેકેટના 85 ટકા ભાગ ઉપર ચેતવણી આપવામાં આવી છે. જેમાં તમાકું છોડવામાં મદદ કરવા વિશેષ હેલ્પલાઇનની માહિતી અપાઇ છે.
