જમ્મુ એરફોર્સ સ્ટેશન પર થયેલા બ્લાટની તપાસ ઉચ્ચ સ્તરીય કમિટીને સોંપવા આદેશ
Live TV
-
જમ્મુ એરફોર્સ સ્ટેશન પર રવિવારે સવારે થયેલા બે બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ સમગ્ર ઘટનાની તપાસ ઉચ્ચ સ્તરીય કમિટીને સોંપવાના આદેશ આપવામાં આવ્યા છે.
જમ્મુ એરફોર્સ સ્ટેશન પર રવિવારે સવારે થયેલા બે બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ સમગ્ર ઘટનાની તપાસ ઉચ્ચ સ્તરીય કમિટીને સોંપવાના આદેશ આપવામાં આવ્યા છે.
જમ્મુ એરફોર્સ સ્ટેશનના ટેકનોલોજી ક્ષેત્રમાં થયેલા આ બોમ્બ બ્લાસ્ટ કયા હેતુથી કરવામાં આવ્યા છે તેની તપાસ તપાસ એજન્સીઓ કરી રહી છે. આ ઘટના સંદર્ભે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરી હતી. વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળ પર પહોંચીને સમગ્ર ઘટના અંગે માહિતી મેળવી હતી.
NIA તપાસ એજન્સીઓ પણ આ બ્લાસ્ટ મામલે તપાસ કરી રહી છે. ભારતીય વાયુસેનાના નિવેદન મુજબ, એક બ્લાસ્ટમાં એક ઇમારતની છતને નુકસાન પહોંચ્યુ છે, તો બીજો બ્લાસ્ટ ખુલ્લા વિસ્તારમાં થયો હતો. આ બ્લાસ્ટમાં કોઈ જાનહાનિના થયા સમાચાર નથી. આ સંદર્ભે જમ્મુ પોલીસે એક અન્ય જગ્યા પરથી 5 કિલો IED જપ્ત કર્યુ છે.
