ભારતમાં છેલ્લા 24 કલાકમાં 46,148 નવા કોરોના કેસ નોંધાયા, 58,578 દર્દીઓ સાજા થયા
Live TV
-
હાલ દેશમાં કુલ કોરોના એક્ટિક કેસ ઘટીને 5,72,994 પર પહોંચ્યા છે. અત્યાર સુધી કુલ 3,96,730 દર્દીનાં કોરોનાથી મૃત્યુ પામ્યા છે
ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલ આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં ભારતમાં 46,148 નવા કોરોના કેસ નોંધાયા છે. આ સાથે કુલ 58,578 કોરોના દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં 979 દર્દીઓનાં મોત થયા હતા.
આ સાથે ભારતમાં કોરોનાના કુલ કેસનોં આકડો 3,02,79,331 પર પહોંચ્યો છે. કોરોનાથી સાજા થનાર લોકોનો આંકડો 2,93,09,607 પર પહોંચ્યો છે અને તેનો રેટ 96.80% થયો છે. હાલ દેશમાં કુલ કોરોના એક્ટિક કેસ ઘટીને 5,72,994 પર પહોંચ્યા છે. અત્યાર સુધી કુલ 3,96,730 દર્દીનાં કોરોનાથી મૃત્યુ પામ્યા છે
