Skip to main content
Settings Settings for Dark

કોરોના રસીકરણ અભિયાનમાં ભારતની મોટી ઉપલબ્ધીઃ અમેરિકા કરતાં ભારતમાં સૌથી વધુ લોકોને રસી અપાઈ

Live TV

X
  • કોરોના સામેની લડાઈમાં ભારત દ્વારા શરુ કરાયેલ કોરોના રસીકરણ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. આ રસીકરણ અભિયાનમાં હવે ભારતે અમેરિકાને પણ પાછળ છોડી દીધું છે.

    કોરોના સામેની લડાઈમાં ભારત દ્વારા શરુ કરાયેલ કોરોના રસીકરણ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. આ રસીકરણ અભિયાનમાં હવે ભારતે અમેરિકાને પણ પાછળ છોડી દીધું છે.  ભારતમાં અત્યાર સુધી કુલ 32 કરોડ 36 લાખ 63 હજાર લોકોને કોરોના રસી અપાઈ ચુકી છે. આ આંકડો અમેરિકાના અત્યાર સુધી કોરોના રસી લીધેલ લોકોની સંખ્યા કરતાં વધુ છે. દેશના આરોગ્ય મંત્રાલયે એક ટ્વીટમાં આપેલી માહિતી પ્રમાણે અમેરિકામાં અત્યાર સુધી 32 કરોડ 33 લાખ 27 હજારથી વધુ લોકોને કોરોના રસી અપાઈ છે. 

    ભારતમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ અભિયાનની શરુઆત થઈ હતી. પ્રથમ હેલ્થ વર્કર અને ફ્રંટલાઈન કર્મચારીઓને રસી અપાઈ હતી. ત્યારબાદ તબક્કા પ્રમાણે સિનિયર સિટીઝન, કોમોર્બિડ બિમારી ધરાવતા લોકો, 45 વર્ષથી વધુના લોકોને કોરોના રસી અપાઈ હતી. હવે 1 મેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોના રસી અપાઈ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા 21 જૂનથી દેશના 18 વર્ષથી ઉપરના તમામ નાગરીકોને મફતમાં કોરોના રસી અપાઈ રહી છે. આ સાથે ઓનલાઈન રજીસ્ટ્રેશન ન કરાવેલા લોકો પણ હવે રસીકરણ કેન્દ્ર પર જઈને કોરોના લઈ શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply