રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ખાસ પ્રેસિડેન્શિયલ ટ્રેન દ્વારા કાનપુરથી લખનૌ જવા રવાના થયા
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે સવારે પ્રેસિડેન્શિયલ ટ્રેન દ્વારા કાનપુરથી લખનૌ જવા રવાના થયા હતા. ગઇકાલે રાષ્ટ્રપતિએ પોતાના પૈતૃક ગામ પરોંખની મુલાકાત લીધી હતી.
રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા પછી પહેલી વખત જ રાષ્ટ્રપતિએ પોતાના પૈતૃક ગામ પરોંખની મુલાકાતે હતા જેથી ગામના લોકોમાં ભારે ઉત્સાહ જણાયો હતો. ગામમાં નાગરિક અભિનંદન કાર્યક્રમમાં પણ તેમણે ભાગ લીધો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બંધારણના ઘડવૈયા ડૉ.આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને વીરાંગના ઝલકારી બાઈ ઇન્ટર કોલેજની મુલાકાત લીધી હતી. અહીં જ રાષ્ટ્રપતિ કોવિંદે અભ્યાસ કર્યો હતો. પૈતૃક નિવાસ સ્થાનની મુલાકાત લીધા બાદ તેમણે પથરી દેવી માતાના મંદિરની મુલાકાત પણ લીધી હતી. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આજે રાષ્ટ્રપતિ સવારે 10 વાગ્યા બાદ કાનપુરથી લખનૌ જવા માટે પ્રેસિડેન્શિયલ ટ્રેનમાં રવાના થયા હતા.
