Skip to main content
Settings Settings for Dark

લદાખ: રક્ષામંત્રીએ 63 માળખાકીય પરિયોજનાઓનું કર્યું ઉદ્દઘાટન

Live TV

X
  • સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ત્રણ દિવસના લદ્દાખના પ્રવાસે છે. તેમણે લદ્દાખના ક્યુનગમથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા 63 પુલોનુ ઉદ્ઘાટન કર્યુ હતું. આ કાર્યક્રમની શરુઆત લેહ માર્ગ પર સ્થિત કુંજનપુલથી કરવામા આવી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે કોરોના કાળમાં પણ સીમા સડક સંગઠને રાત- દિવસ પોતાનું કામ કર્યુ છે જે સરાહનીય છે. તેમણે કહ્યું  કે કોઈ પણ રાષ્ટ્ર માટે રસ્તાઓનું નિર્માણ વધુ મહત્વનું હોય છે. સડક નિર્માણથી પર્યટન વિભાગને વેગ મળે છે. લદ્દાખમા આંતકવાદી પ્રવૃતિઓમાં ઘટાડો નોંધાયો છે. સીમા સડક સંગઠને દેશના 8 રાજ્યોમાં વિવિધ પુલોનું નિર્માણ કર્યું. આ પુલોનું નિર્માણ થવાથી  પૂર્વોત્તર પહાડી રાજ્યોમાં સેના અને સ્થાનિક  લોકોને પરિવહન કરવામાં સરળતા રહેશે.

    પૂર્વી લદ્દાખથી, 11 હજાર 800 ફૂટની ઊંચાઈએ લેહ-લોમા માર્ગ પર શકિતશાળી સિંધુ નદીની તરફ 50 મીટર કુંજન પુલની સાથે, દેશભરના આઠ રાજ્યોમાં મંત્રી રાજનાથસિંહે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ) ના 15 વિવિધ પ્રોજેક્ટ્સ દ્વારા બનાવવામાં આવેલા 63 અન્ય વિવિધ પુલોનું ઉદઘાટન કર્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply